व्रज – आश्विन शुक्ल छठ
ગુજરાતી – આસો સુદ છઠ
આજે છઠ્ઠો વિલાસ
પુષ્ટિમાર્ગમાં આસો સુદ એકમથી નવ દિવસ માટે નવ વિલાસના દિવસો છે.
.
છઠ્ઠા દિવસના મનોરથની સખી રાઈજી છે અને મનોરથનું સ્થળ ગોવર્ધન છે. છઠ્ઠા વિલાસ માટે શ્રી શ્યામાજીએ ખેલના બહાને બધી સખીઓને ભેગી કરી. એમાં મુખ્ય સખી રાઈજી હતી. પ્રિયતમને મળવાનું કારણ બનાવીને, ઉત્સાહપૂર્વક પ્રસ્થાન કર્યું. બધી સખીઓ આનંદમાં ઓતપ્રોત થઈને નાચી રહી છે. ગાન કરી રહી છે. રાઈજીએ પહેરેલા હાર અને કંકણ ઝગમગ થઇ રહ્યા છે. આજની મુખ્ય સહચરી રાઈજી ખેલમાં બહુ જ કુશળ છે. શ્રીખંડ ભોગ ધરાવવા માટે સાથે લઈને આવે છે. તે જ સમયે કોટી કામદેવને લજ્જિત કરે તેવા પ્રિયતમ પધારે છે. પ્રિયતમ અને મુખ્ય સહચરી આવી રાત્રીમાં શ્યામ અને શ્યામાએ રાસનો અલૌકિક આનંદ લીધો. રાધા અને માધવને વચમાં કરીને રાસ રચાવ્યો. ત્યારબાદ બધી કામિનીઓએ વન અને નિકુંજમાં વિહાર કર્યો. કામિનીઓના શૃંગારના કારણે કોટાનકોટી કામદેવ લજ્જીત થઇ ગયા.
છટ્ઠો વિલાસ
છટ્ઠો વિલાસ કિયો શ્યામા જુ, ગોધન વન કો ચલી ભામા જુ |
પહેરે રંગ રંગ સારી, હાથ પૂજન થારી |
તાકી મુખ્ય સહચરી રાઈ, ખેલન મે બહુત સુધરાઈ ||૧||
ચલી બન બન બિહસિ સુંદરી, હાર કંકણ જગમગે |
આઈ મંદિર પૂજન દેવી, ભોગ સીખરન સગ મગે ||૨||
તા સમે પ્રભુ આપ પધારે, કોટી મન્મથ મોહ હિ |
નીરખી સખીયન કમલ મુખ, માનો નિર્ધન ધન જો સોહ હિ ||૩||
ખેલ કો આરંભ કીનો,રાધા માધો બીચ કિયે |
વકી પરછાંઈ પરી તબ, રસિક ચરનન ચિત દિયે ||૪||