व्रज – आश्विन शुक्ल सप्तमी
ગુજરાતી – આસો સુદ સાતમ
સાતમો વિલાસ
પુષ્ટિમાર્ગમાં આસો સુદ એકમથી નવ દિવસ માટે નવ વિલાસના દિવસો છે.
સાતમા દિવસના મનોરથની સખી કૃષ્ણાવતી છે અને મનોરથનું સ્થળ ગહવર વન છે. સાતમા વિલાસ માટે શ્રી શ્યામાજીએ ખેલના બહાને બધી સખીઓને ભેગી કરી. એમાં મુખ્ય સખી કૃષ્ણાવતી હતી. પ્રિયતમને મળવાનું કારણ બનાવીને ચપળતા અને ચંચળતાથી ઉત્સાહપૂર્વક પ્રસ્થાન કર્યું. બધી સખીઓ આનંદમાં ઓતપ્રોત થઈને નાચી રહી છે. ગાન કરી રહી છે. કૃષ્ણાવતીએ પહેરેલા વસ્ત્ર અને આભરણ ઝગમગ થઇ રહ્યા છે. આજની મુખ્ય સહચરી કૃષ્ણાવતી રતિક્રિયાના ખેલમાં બહુ જ કુશળ છે. તે જ સમયે કોટી કામદેવને લજ્જિત કરે તેવા પ્રિયતમ પધારે છે. આ જોઇને ચંદ્રાવલીજી પ્રમાદમાં આવીને હાસ્ય કરે છે. પ્રિયતમ અને મુખ્ય સહચરી આવી રાત્રીમાં શ્યામ અને શ્યામાએ રાસનો અલૌકિક આનંદ લીધો. ત્યારબાદ બધી કામિનીઓએ વન અને નિકુંજમાં વિહાર કર્યો. કામિનીઓના શૃંગારના કારણે કોટાનકોટી કામદેવ લજ્જીત થઇ ગયા.
સાતમો વિલાસ
સાતો વિલાસ કિયો શ્યામા જુ, ગહવર વન મે મતો જુ કીન |
મુખ્ય કૃષ્ણાવતી સહચરી, લઘુ લાઘવ અતિ હિ પ્રબિન ||૧||
વનદેવી હે ગુંજા કુંજા, પહોપન ગુહી સુમાલ |
ચંદ્રાવલી પ્રમુદિત વિહસત મુખ, મુખ જયો મુનિયા લાલ ||૨||
રચ્યો ખેલ દેવી ઢીંગ યુવતી, કોક કલા મનોજ |
અતિ આવેશ ભયે અવલોકત, પ્રગટે મદન સરોજ ||૩||
કોઉં ભુજ ધર કર, ચરણ ઉર કોઉં, અંગ અંગ મિલાય |
કુંવર કિશોર કિશોરી રસિકમણી, દાસ રસિક દુલરાય ||૪||